સુરતમાં ગેંગરેપના બનાવથી સનસની, પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ
પહેલા હોટલમાં લઇ ગયા, બળાત્કાર કરીને યુવતીને ઘરની બહાર ઉતારીને ફરાર થયા હતા
સુરતઃ ભાજપના વધુ એક નેતાની કરતૂત સામે આવી છે, સુરતમાં વોર્ડ નંબર-8 ના ભાજપ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંઘ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે, આ નરાધમોએ એક યુવતીને કેફી પીણું પીવડાવીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો.
આરોપીઓએ શહેરના જહાંગીરપુરાની હોટલમાં યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. બાદમાં યુવતીને તેના ઘર પાસે ઉતારીને તેઓ કારમાં ફરાર થઇ ગયા હતા.
ડુમ્મસ ફરવા જવાના બહારે હોટલમાં લઇ ગયા હતા આરોપીઓ
કોલ્ડિંક્સમાં કેફી પદાર્થ નાખીને યુવતીને બેભાન કરી નાખી હતી
પીડિત યુવતીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેને પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હતી, જેને આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ભાજપને આ વાતની ખબર પડી એટલે ભાજપ મહામંત્રી પદેથી આદિત્ય ઉપાધ્યાયને હટાવી દીધો છે, તેને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. નોંધનિય છે કે ગુન્હાઓની દુનિયામાં અગાઉ પણ ભાજપના અનેક નેતાઓના નામો આવી ચુક્યાં છે અને તેમની સામે પણ પોલીસ અને પાર્ટીએ કાર્યવાહી કરી હોવાના બનાવો છે.