ટ્રમ્પે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. 82 વર્ષીય બાઇડેનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ડોક્ટરોએ કહ્યું છે કે બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરના અંતિમ સ્વરૂપથી પીડિત છે. આ રોગ તેમના હાડકાં સુધી ફેલાઈ ગયો છે. બાઈડેને પહેલા પેશાબની સમસ્યાની ફરિયાદ કરી હતી, ત્યાર બાદ ડોક્ટરોએ હાઇ-ગ્રેડ કેન્સર માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઈડેનની હાલની સ્થિતિ હાડકામાં મેટાસ્ટેસિસ સૂચવે છે.
પ્રોસ્ટેટ નોડ્યુલની શોધ બાદ બાઈડેનના અનેક તબીબી પરીક્ષણો થયા હતા. પરીક્ષણો દરમિયાન ગ્લીસન સ્કોર 9 જોવા મળ્યો હતો. આનાથી બાઈડેનને હાઇ-ગ્રેડ કેન્સર હોવાની પુષ્ટિ થઈ હતી.
Reuters reports, "Former US President Joe Biden has been diagnosed with an "aggressive form" of prostate cancer that has metastasized to the bone, and he and his family are reviewing treatment options with doctors, his office said in a statement on Sunday." pic.twitter.com/83rO6yq0nK
— ANI (@ANI) May 18, 2025
બાઈડેનના સ્વાસ્થ્ય વિશે માહિતી મળ્યાં પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, મેલાનિયા અને હું જો બાઈડેનની તબીબી તપાસ વિશે સાંભળીને દુઃખી છીએ. અમારી સંવેદના જીલ અને સમગ્ર પરિવાર સાથે છે. ટ્રમ્પે બાઈડેનને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.
બાઈડેનના સાથી અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે બાઈડેનના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયા પછી હેરિસ અને તેમના પતિ ડગ્લાસ એમહોફે એક્સ પર એક પોસ્ટ લખી હતી. તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ બાઈડેનના પ્રોસ્ટેટ કેન્સર વિશે જાણીને મને અને ડગને ખૂબ દુઃખ થયું છે. અમે આ સમયે બાઈડેન અને તેમના સમગ્ર પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. તે એક યોદ્ધા છે - અને હું જાણું છું કે તે આ પડકારનો સામનો એ જ શક્તિ અને આશાવાદ સાથે કરશે. અમે તેમના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/