લાહોરઃ ભારત પર ત્રણ મોટા આતંકી હુમલામાં સામિલ આતંકવાદી સૈફુલ્લાહને ઠાર કરી દેવામાં આવ્યો છે.અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી હતી અને તેનું મોત થઇ ગયું છે. જે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ્દ- દાવા જેવા આતંકવાદી સંગઠનો માટે ભંડોળ ભેગું કરવાનું કામ કરતો હતો.
આતંકીના અનેક નામો છે- સૈફુલ્લાહ ઉર્ફે વિનોદ કુમાર ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ખાલીદ ઉર્ફે વનિયાન ઉર્ફે વાજિદ
રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લાના માટલી તાલુકામાં આતંકીને ઠાર કરી દેવાયો
સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનમાં અને નેપાળમાંથી આતંકી પ્રવૃતિઓ ચલાવતો હતો, 2006માં મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પર હુમલો કરવાનું કાવતરું તેને જ રચ્યું હતુ,2005માં બેંગ્લોરમાં હુમલો તેને જ કરાવ્યો હતો. ત્યારે આતંકવાદીઓએ IISc ના ઓડિટોરિયમમાં ચાલી રહેલા કાર્યક્રમ વખતે બહાર ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ, અનેક લોકો ઘાયલ થયા હતા, તેને CRPF કેમ્પ પર પણ આતંકી હુમલો કરાવ્યો હતો.
નોંધનિય છે કે મોદી સરકારના આવ્યાં પછી અનેક આતંકવાદીઓને વિદેશમાં ઠાર કરવામાં આવ્યાં છે, ચર્ચા એવી પણ છે કે ભારત એક પછી એક દુશ્મનોને ખતમ કરી રહ્યું છે, જો કે સરકારે અગાઉ એવું પણ કહ્યું હતુ કે આવી હત્યાઓ સાથે ભારત સરકારને કોઇ લેવાદેવા નથી.