+

સુરતમાં મોટું ઓપરેશન, DRI એ સ્મગલિંગનું 9 કિલો સોનું કર્યું જપ્ત

(પ્રતિકાત્મક ફોટો) સુરતઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સોનાની દાણચોરી વધી રહી છે, ખાસ કરીને એરપોર્ટ પરથી સોનું બહાર કાઢવામાં આવી રહ્યું હોવાના અનેક કિસ્સા છે, વિદેશમાંથી આવતી ફ્લાઇટોમાં સોનાની દાણચોરી

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સોનાની દાણચોરી વધી રહી છે, ખાસ કરીને એરપોર્ટ પરથી સોનું બહાર કાઢવામાં આવી રહ્યું હોવાના અનેક કિસ્સા છે, વિદેશમાંથી આવતી ફ્લાઇટોમાં સોનાની દાણચોરી વધી છે, હવે સુરતમાં ડીઆરઆઇએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં 9  કિલો સોના સાથે બે લોકોની ધરપકડ કરાઇ છે. જેની કિંમત 7 કરોડ 20 લાખ રૂપિયા જેટલી છે.

સુરતમાં ડીઆરઆઇએ બે શખ્સોને ઝડપી લીધા હતા, જેઓ ફ્લાઇટમાં વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતા અને અહીંથી મુંબઇ જઇ રહ્યાં હતા, ત્યારે જ સુરતમાં ચાલુ ટ્રેનમાંથી તેમની અટકાયત કરાઇ છે.

હાલમાં બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, સોનાનો આ જથ્થો કયા દેશમાંથી લાવ્યાં હતા અને મુંબઇમાં કોણે પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલુ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter