સુરતમાં શહેરી વિકાસ વિભાગના બે કર્મચારીઓ ACBના સંકજામાં, આટલા રૂપિયાની લીધી હતી લાંચ

12:09 PM Sep 14, 2023 | gujaratpost

સુરતઃ લાંચની માંગણી કરતા કર્મચારીઓનો સિલસિલો યથાવત છે. સરકારી બાબુઓ એસીબીની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. ફરીયાદીના મકાનનો બીજા માળ અને ત્રીજા માળ પર આવેલા બે રૂમનું બાંધકામ નહીં તોડવાની અવેજપેટે બે કર્મચારીઓએ લાંચ માંગી હતી.

સુરત મહાનગરપાલિકાના કર્મચારી કેયુર રાજેશભાઇ પટેલ, જુનિયર ઇજનેર અને નિમેષ રજનીકાંત ગાંધી, પટાવાળા,
વર્ગ-4,વરાછા ઝોન-એ, શહેર વિકાસ વિભાગે ફરિયાદી પાસે રૂ. 50,000 ની લાંચની માગણી કરી હતી.રકઝકને અંતે રૂ.35,000 આપવાનું નક્કી કરી હતી. આ રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો

ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આરોપી કેયુરને લાંચના રૂ.35,000 સ્વીકારતા ઝડપી લીધો હતો. આરોપી નિમેષકુમારની તપાસ કરાવતા તેઓ પોતાની કચેરીમાં મળી આવતા બંન્ને આરોપીઓને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારીઃ એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર(ફિલ્ડ)
એ.સી.બી. સુરત એકમ, સુરત તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી
મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post