+

DRI અને કસ્ટમનું સુરત એરપોર્ટ પર ઓપરેશન, રૂ. 9 કરોડનો ગાંજો જપ્ત, અમદાવાદ એરપોર્ટ પર પણ લાખો રૂપિયાનું સોનુ જપ્ત

કરોડો રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો    પ્રવિણ કરમવીર, પ્રદિપ ભાન, વિક્રમ બુકલ, અંશુલ ગુપ્તાની ધરપકડ સુરતઃ ફરી એક વખત એરપોર્ટ પરથી નશાનો સામાન ઝડપાયો છે, સુરત એરપોર્ટ પર

કરોડો રૂપિયાનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો 
 
પ્રવિણ કરમવીર, પ્રદિપ ભાન, વિક્રમ બુકલ, અંશુલ ગુપ્તાની ધરપકડ

સુરતઃ ફરી એક વખત એરપોર્ટ પરથી નશાનો સામાન ઝડપાયો છે, સુરત એરપોર્ટ પર બેંગકોંગથી આવેલા મુસાફરની તપાસ કરતા તેની પાસેથી 8 કિલો ગાંજો મળ્યો હતો, જે તે ફ્લાઇટમાં લઇને આવ્યો હતો 

નશાના આ સામાનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 9 કરોડ રૂપિયા જેટલી થાય છે, કસ્ટમ અને ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં ગાંજો જપ્ત કરાયો છે, મુસાફરની પૂછપરછ થઇ રહી છે કે અગાઉ પણ આ શખ્સ આવી રીતે ગાંજો લાવ્યો હતો કે કેમ અને આ સામાન તે કોને પહોંચાડવાનો હતો.

હાલમાં એજન્સીઓએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મુસાફરની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ થઇ રહી છે.

અમદાવાદ એરપોર્ટ પણ ઓપરેશન 

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર સોના સાથે ઝડપાયો છે, તેની પાસેથી 96 લાખના ગોલ્ડ બાર મળી આવ્યાં, દુબઇથી સ્પાઇસ જેટની ફલાઈટમાં તે અમદાવાદ આવ્યો હતો અને એજન્સીએ તેને ઝડપી લીધો છે.આ પેસેન્જરે બે ગોલ્ડ બાર બેગેજમાં કન્સિડ કરીને છુપાવ્યાં હતા અને બીજું સોનું અંડરવેરની અંદર છુપાવ્યું હતુ. 

facebook twitter