+

સુરત સામૂહિક આત્મહત્યા કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, મનીષના બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરાઇ

સુરતઃ શહેરમાં એક સાથે 7 લોકોના આત્મહત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્દરપાલ શર્મા છે, જે મૃતક મનીષ સોલંકીનો બિઝનેસ પ

સુરતઃ શહેરમાં એક સાથે 7 લોકોના આત્મહત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્દરપાલ શર્મા છે, જે મૃતક મનીષ સોલંકીનો બિઝનેસ પાર્ટનર છે. બંને ફર્નિચરના વ્યવસાયમાં ભાગીદાર હતા.ઈન્દરપાલે મનીષ સોલંકી પાસેથી 20 લાખ રૂપિયા લેવાના હતા. ઈન્દ્રપાલે મનીષ પર આ પૈસા દિવાળી સુધીમાં પરત કરવા દબાણ કર્યું હતું.

29 ઓક્ટોબરની સવારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક ફ્લેટમાંથી 7 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં હતા.જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતક મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ લીધો હતો, તે પહેલા તેના માતા-પિતા, પત્ની અને ત્રણેય બાળકો ઝેર આપ્યું હતુ,આ પરિવાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હતો. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે મૃતક મનીષભાઇ, તેમના પત્ની રીટા, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ રહેતા હતા.

પોલીસને સ્થળ પરથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે કોઈનું નામ લીધા વગર પૈસા પાછા નહીં મળવાનું લખ્યું હતું. પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી હતી. પોલીસને મૃતક મનીષનો બીજો એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે તેના ભાગીદાર ઈન્દરપાલ શર્માને દિવાળી સુધીમાં રૂ. 20 લાખ ચૂકવવા માટે દબાણ કરવા વિશે લખ્યું છે.

પોલીસના જણાવ્યાં અનુસાર ઈન્દરપાલ અને મૃતક મનીષે સુરતના ભટાર વિસ્તારમાં ભાગીદારીમાં નિધિ પ્લાયવુડ નામની દુકાન શરૂ કરી હતી. મનીષનો ફર્નિચરનો ધંધો હતો અને તેણે દુકાનમાંથી સામાન લીધો હતો, જેના માટે તેણે પૈસા ચૂકવવાના હતા. તેના ભાગીદાર ઈન્દરપાલે આ રકમ દિવાળી સુધીમાં ચૂકવી દેવાનું કહ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક મનીષે બેંકમાંથી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો.તેણે લગભગ 1.10 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. પરંતુ તેમની લોન નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે એક નાની લોનને ઘટનાના બીજા દિવસે મંજૂરી મળી હતી. પોલીસે ઈન્દરપાલ શર્મા વિરુદ્ધ કલમ 306 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter