+

DRI નું મોટું ઓપરેશન, સુરત એરપોર્ટ પરથી રૂ.14 કરોડના હાઇડ્રોપોનિક ગાંજા સાથે બેંગકોંગથી આવેલો શખ્સ ઝડપાયો

(ફાઇલ ફોટો) નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આરોપીની ધરપકડ વેક્યૂમ-સીલ્ડ પ્લાસ્ટિક પેકેટ્સમાં ખાદ્ય ચીજોના પેકેટ્સમાં છુપાવ્યો હતો 14 કિલો ગાંજો  

(ફાઇલ ફોટો)

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આરોપીની ધરપકડ

વેક્યૂમ-સીલ્ડ પ્લાસ્ટિક પેકેટ્સમાં ખાદ્ય ચીજોના પેકેટ્સમાં છુપાવ્યો હતો 14 કિલો ગાંજો  

સુરતઃ ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઈન્ટેલિજન્સે) એક મોટું ઓપરેશન પાર પાડીને એક શખ્સને ઝડપી પાડ્યો છે, ડીઆરઆઇએ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 14 કરોડ રૂપિયા થાય છે. એજન્સી તપાસ કરી રહી છે કે આ ગાંજો સુરતમાં કે અન્ય શહેરમાં ક્યાં ડિલિવરી થવાનો હતો અને અગાઉ પણ આરોપીએ આવી કોઇ ટ્રીપ કરી છે કે કેમ ?? 

બેંગકોકથી આવેલા શખ્સને ડીઆરઆઇએ ઝડપી લીધો હતો અને તેની તલાસી લેતા તેની પાસેથી ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી બેંગકોકથી હાઈ- એન્ડ ગાંજો ગુજરાતમાં આવી જ રીતે આવી રહ્યો છે, અગાઉ અમદાવાદ એરપોર્ટ પર પણ આવો ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો.

દેશમાં વિદેશથથી આ નશીલો પર્દાર્થ આવી રહ્યો છે,મુંબઈ, પૂણે,અમદાવાદ અને જયપુર જેવા શહેરોમાં હાઈ-એન્ડ નાઈટ ક્લબ્સમાં તેની માંગ વધી છે અને ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યાં છે.

facebook twitter