સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુને EDનું સમન્સ, મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીઓ વધી

11:27 AM Apr 22, 2025 | gujaratpost

લોકોને ફસાવીને કંપનીએ કરોડો રૂપિયા પડાવ્યાં હોવાના આરોપ

હૈદરાબાદઃ કરોડો રૂપિયાના પ્રોપર્ટી સંબંધિત કેસમાં સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુને ઇડીએ સમન્સ પાઠવ્યું છે અને 27 એપ્રિલે હૈદરાબાદની ઇડી ઓફિસમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.

હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ ફર્મ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુને આ સમન્સ મોકલવામાં આવ્યો છે. મહેશ બાબુ ગ્રીન મીડોઝના બ્રાન્ડ એમ્બેસેડર હતા. થોડા સમય પહેલા આ બે કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા ઘણા લોકો સામે દરોડા થયા હતા.

સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી જેવા પોશ વિસ્તારોમાં આવેલી બંને કંપનીઓના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંઈ સૂર્યાના માલિક સતિશ ચંદ્ર ગુપ્તા પર છેતરપિંડીનો આરોપ છે. મહેશ બાબુ તેમની સાથે જોડાયેલા હતા અને આ કંપનીઓએ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. બીજી તરફ એક ઇન્ટરવ્યુંમાં મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેમને અફોર્ડ કરી શકતું નથી. એટલા માટે તે બોલિવૂડમાં કામ કરી રહ્યો નથી. હવે તેમની મુશ્કેલીઓ વધી ગઇ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++