ક્રિમિયાઃ રશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. TASS ન્યૂઝ એજન્સી દ્વારા રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે રશિયન એન્ટોનોવ-26 લશ્કરી પરિવહન વિમાન ક્રેશ થયું છે. આ દુ:ખદ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોનાં મોત થયા છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આ અકસ્માત 31 માર્ચ, મંગળવારની સાંજે (મોસ્કો સમય મુજબ સાંજે 6:00 વાગ્યે) થયો હતો. વિમાન તેની નિર્ધારિત ઉડાન પર હતું ત્યારે અચાનક તેનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
શોધ અને બચાવ ટીમોએ વિમાન ક્રેશ સ્થળ શોધી કાઢ્યું હતું. ઘટના સ્થળેથી મળેલા અહેવાલો દર્શાવે છે કે વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ સભ્યો અને 23 મુસાફરો માર્યા ગયા હતા. બચાવકર્તાઓને ઘટનાસ્થળે કોઈ બચી શક્યું નથી.
પ્રાથમિક તપાસ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે, વિમાનના કાટમાળમાંથી બાહ્ય હુમલા કે અસરના કોઈ સંકેતો દેખાતા નથી. આ તબક્કે તકનીકી ખામી અકસ્માતનું સૌથી સંભવિત કારણ જણાય છે. હાલ તપાસ ચાલુ છે.