- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં મુદ્દો ગાજી શકે છે
- પોલીસની કાર્યવાહી પાછળ ભાજપનો હાથ: મનોજ સોરઠિયા
અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં AAPના અંદાજે 160 કાર્યકરોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ 10 હજાર જેટલા કાર્યકરોની ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા માટે તેમણે મુખ્યમંત્રી પાસે સીધી મુલાકાતનો સમય પણ માંગ્યો છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, AAPની વધતી જતી લોકપ્રિયતાથી ભાજપ ખરાબ રીતે ગભરાઈ ગયું છે. પરંતુ આ પ્રકારની ધરપકડ અને ગુંડાગીરી ગુજરાતના લોકોને પસંદ નથી. તેઓ આનો જવાબ જરૂર આપશે.
આ મામલે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં AAP કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવતી આ કડક કાર્યવાહી પાછળ ભાજપના નેતાઓનો સીધો હાથ છે અને આ વિરોધ પક્ષના અવાજને દબાવવાનો એક પ્રયાસ છે.
સોરઠિયાએ વધુમાં ઉમેર્યું કે, લોકશાહીમાં દરેક રાજકીય પક્ષને અવાજ ઉઠાવવાનો અધિકાર છે. પરંતુ જો પોલીસ તંત્રનો આ રીતે દુરુપયોગ કરવામાં આવશે, તો તે લોકશાહી માટે અત્યંત ખતરનાક પરિસ્થિતિ સાબિત થશે.
આ પત્ર અને આક્ષેપો બાદ હવે રાજ્ય સરકાર કેવો પ્રતિસાદ આપે છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવાનો સમય આપે છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે. નોંધનિય છે કે હાલમાં જ ખંભાળિયા પોલીસે રજૂઆત કરવા આવેેલા ઇસુદાન ગઢવીની ધરપકડ કરી હતી. બાદમાં તેઓ જામીન પર મુક્ત થયા છે.
गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी को मैंने पत्र लिखकर मिलने का समय मांगा है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 2, 2026
गुजरात में पंचायत और नगर पालिका चुनावों के पहले अवैध रूप से बहुत बड़े स्तर पर हमारे कार्यकर्ताओं को गिरफ्तार किया जा रहा है। 160 से अधिक कार्यकर्ताओं को गिरफ्तार किया जा चुका है और अभी दस… pic.twitter.com/ieXswYN6hs