ભ્રષ્ટાચાર સામેની લડાઇ મજબૂત કરાઇ
અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં
ગાંધીનગરઃ છેલ્લા થોડા જ દિવસોમાં અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરીને ભ્રષ્ટાચાર સામેની લડાઇ મજબૂત કરાઇ છે, સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે એક પછી એક અધિકારીઓને ઘરભેગા કરી દીધા છે, હવે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે.
નિવૃતિના ત્રણ વર્ષ પહેલા જ ક્લાસ-1 અધિકારીને નિવૃત કરી દેવાયા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંકજ બારોટને 20 જુલાઈ 2024ના રોજથી છૂટા કરી દેવામાં આવ્યાં છે, તે માટે એક ઓર્ડર પર કરી દેવામાં આવ્યો છે. તેમની સામે ખાતાકીય તપાસ ચાલુ રહેશે, સરકારને નુકસાન કરાવનારા અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા અધિકારીઓ સામે રાજ્ય સરકારે સકંજો કસ્યો છે.
નોંધનિય છે કે અગાઉ પોલીસ વિભાગ, જીએસટી વિભાગ સહિતના અનેક વિભાગોમાં કેટલાક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/