+

GST નું આ કૌભાંડ નીકળ્યું 5,000 કરોડ રૂપિયાનું, જાણો- કૌભાંડીઓ સામે ED એ શું કરી કાર્યવાહી ?

ઝારખંડઃ ભૂતકાળમાં ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા કૌભાંડો બાદ હવે જીએસટીનું મસમોટું બિલિંગ કૌભાંડ ઝારખંડમાંથી પણ સામે આવ્યું છે. અંદાજે 135 ફેક કંપનીઓ મારફતે 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે

ઝારખંડઃ ભૂતકાળમાં ગુજરાત અને મહારાષ્ટ્રના મોટા કૌભાંડો બાદ હવે જીએસટીનું મસમોટું બિલિંગ કૌભાંડ ઝારખંડમાંથી પણ સામે આવ્યું છે. અંદાજે 135 ફેક કંપનીઓ મારફતે 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

રાંચી ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 5 જુલાઈના રોજ રાંચી સ્થિત સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ફરિયાદ કરી હતી. જે મુજબ કૌભાંડીઓએ અંદાજે 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતુ, ખોટા ઇનવોઇસ બનાવીને 734 કરોડ રૂપિયાની આઇટીસી લઇ લેવામાં આવી હતી.

આ રહ્યાં કૌભાંડીઓનાં નામો 

છેલ્લા ઘણા સમયથી ડીજીજીઆઇ વિભાગ દ્વારા આ કૌભાંડની તપાસ થઇ રહી હતી અને આ કેસમાં ઇડીની પણ એન્ટ્રી થઇ છે. કૌભાંડીઓમાં  શિવકુમાર દેવડા, મોહિત દેવડા, અમિત ગુપ્તા અને અમિત અગ્રવાલ ઉર્ફે વિક્કી ભાલોટિયાના નામો ખુલ્યાં બાદ તેમની ધરપકડ કરાઇ છે.

આ કેસમાં પહેલા જમશેદપુરના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બાદમાં ઇડી પાસે કેસ પહોંચ્યો હતો, ઇડીએ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં માત્ર કાગળ પર દેખાડવામાં આવેલી ફેક કંપનીઓના બેંક એકાઉન્ટમાંથી 62.90 લાખ રૂપિયા સિઝ કરી દેવામાં આવ્યાં છે. અંદાજે 5.29 કરોડ રૂપિયાની આરોપીઓની મિલકતો જપ્ત કરાઇ છે અને 8 લાખથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ અન્ય કૌભાંડીઓનાં નામો ખુલવાની શક્યતા છે.

facebook twitter