+

જૂતું ફેકનારામાં તાકાત હોય તો ગાંધીનગર જાય, જાણો- ગોપાલ ઈટાલિયાએ આવું કેમ કહ્યું

હવે નવું નાટક, ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકનાર શખ્સે મારી પલટી જૂનાગઢના મારિયાહાટીનામાં જુતૂં ફેંકનાર શબ્બીરે કહ્યું મને આપ નેતા પિયુષભાઇએ કહ્યું હતું કેટલાક લોકોએ ધમકાવ્યો હતો જેથી મેં પહેલ

હવે નવું નાટક, ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકનાર શખ્સે મારી પલટી

જૂનાગઢના મારિયાહાટીનામાં જુતૂં ફેંકનાર શબ્બીરે કહ્યું મને આપ નેતા પિયુષભાઇએ કહ્યું હતું

કેટલાક લોકોએ ધમકાવ્યો હતો જેથી મેં પહેલા બીજા નામ આપ્યાં હતા

મને ગુસ્સો આવતા મેં આવું કર્યું હતુઃ શબ્બીર પરમાર

પહેલા કહ્યું હતુ મને દારુ પીવડાવીને ગોપાલ પાસે મોકલાયો હતો હવે કહ્યું આ વાત ખોટી છે

રાજકોટ: કોઠારીયા રોડ પર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી. કડકડતી ઠંડીમાં પણ હજારોની જનમેદનીને સંબોધતા આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જૂતું ફેંકવાની ઘટનાઓને વખોડતા ભાજપને ‘સર્કસ ચલાવતી સરકાર’ ગણાવી હતી.

ગોપાલ ઈટાલિયાએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યાં હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સરકાર જેવું કંઈ નથી, માત્ર સર્કસ ચાલી રહ્યું છે. જનતાના પાયાના પ્રશ્નો જેવા કે લાઈટ, પાણી, શિક્ષણ અને રસ્તાઓ પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

તેમણે જૂતું ફેંકવાની બનેલી ઘટનાઓ અંગે આક્રમક તેવરમાં તેમણે કહ્યું કે, જૂતું ફેકનારા લોકો કાયર છે. જો તેમનામાં ખરેખર તાકાત હોય તો તેઓ ગાંધીનગર કેમ નથી જતા ? તેમને ખબર છે કે જો ત્યાં જશે તો એ લોકો તેમના 'વાહા-કાબરા' કરી નાખશે. વિરોધ પક્ષ પર હુમલો કરવો એ સત્તાધીશોની નબળાઈ છે. નોંધનિય છે કે જામનગર બાદ જૂનાગઢના બાદ મારિયા હાટીનામાં ગોપાલ પર જુતૂં ફેકવામાં આવ્યું હતું

facebook twitter