રાજકોટઃ સરકારી વિભાગોમાં અને તેમાં ખાસ કરીને પોલીસ વિભાગમાં રૂપિયા વગર કામ જ નથી થતા તેવી ફરિયાદો તમે વારંવાર સાંભળો છે, પરંતુ હવે તો આ લાંચિયાઓએ હદ કરી નાખી છે, નાની રકમમાં આ લોકોને રસ જ નથી. રાજકોટના પ્રદ્યુમન જંક્શન પોલીસ ચોકીના પીએસઆઇએ તો એક કરોડ રૂપિયાની લાંચ માંગી હોવાના આરોપ લાગ્યા છે. જેનાથી પોલીસ જગતમાં ભૂકંપ જેવી સ્થિતી ઉભી થઇ છે. રાજકોટથી લઇને ગાંધીનગર સુધી આ કથિત લાંચકાંડની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
ફરિયાદી પાસે 1 કરોડ રૂપિયાની માંગ કરાઇ હોવાના આક્ષેપ
જમીનની વેલ્યું 40 કરોડ રૂપિયા છે તો રૂ.1 કરોડ આપવા જ પડશેઃ ફરિયાદીના આરોપ
ફરિયાદ લેવા માટે પીએસઆઇએ કહ્યું મારે રૂ. 1 કરોડ જોઇએઃ ફરિયાદી
જંક્શન પોલીસ ચોકીના પીએસઆઇ સામે આરોપ
ગાયકવાડ શેરીમાં રહેતા ફરિયાદીએ જમીનની ફરિયાદ લેવા માટે પીએસઆઇ બી ગોહેલ પર લાંચ માંગવાના આરોપ લગાવ્યાં છે. પીએસઆઇ અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતના કથિત પુરાવા પણ તેમને એસીબીમાં રજૂ કરીને ગુનો દાખલ કરવા માંગ કરી છે. ફરિયાદીએ 28-10-23 ના દિવસે પોતાની જમીન કોઇએ બારોબાર ખોટી રીતે વેંચી દીધાની અરજી પોલીસને આપી હતી, જેમાં ફરિયાદીના કહેવા મુજબ પીએસઆઇએ ફરિયાદીને પૂછ્યું હતુ કે આ જમીનની કિંમત કેટલી છે, ફરિયાદીએ જમીનની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનું કહ્યું હતુ, જેથી ફરિયાદ લેવા માટે અને સામેવાળાઓ પર કાર્યવાહી કરવા માટે 1 કરોડ રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાના આરોપ લાગ્યાં છે.
ફરિયાદીએ કહ્યું છે કે પીએસઆઇ ગોહેલ જમીન જોવા આવ્યાં હતા અને તેમને મને કહ્યું હતુ કે મારે ઉપર સુધી રૂપિયા પહોંચાડવાના હોય છે, જેથી 1 કરોડથી ઓછું હું લઇશ નહીં, ત્યારે જોવું રહ્યું કે આ સનસનીખેજ આક્ષેપોમાં પીએસઆઇ સામે રહેલા વોઇસના પુરાવા અને અન્ય પુરાવાઓની તપાસ થાય છે કે પછી આ કાંડ બીજા કાંડની જેમ જ દબાવી દેવામાં આવશે. જો કે હજુ આ કેસમાં ફરિયાદીના આક્ષેપોમાં કેટલો દમ છે અને તેમની પાસે કેટલા પુરાવા છે તે મહત્વનું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો