(એક્સ રે બતાવતાં તબીબો)
Surat News: સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પાંડેસરા જી.આઇ.ડી.સીમાં માનસિક તકલીફ ધરાવતા આધેડે પોતાની જાતે ગુદા માર્ગમાં પ્લાસ્ટિકની બોટલ અંદર ઘુસાડતા હાલત કફડી થઈ હતી. તેથી તેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા જી.આઇ.ડી.સીમાં રહેતા 52 વર્ષીય આઘેડ માનસિક તકલીફ અનુભવતો હતો. જો કે ઘરે કોઈ ન હોવાથી તેણે જાતે પોતાના ગુદા માર્ગમાં પ્લાસ્ટિકની બોટલ નાંખી હતી. જેને લીધે તેને દુઃખાવો શરૃ થતા હાલત કફડી થઈ હતી.
જોકે તેને વધારે દુઃખાવો થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરો દ્રારા તેના પેટમાં ચિરો મુકીને મોટા આંતરડામાંથી પ્લાસ્ટિકની બોટલ કાઢવામાં આવી હતી. આ સર્જરી કરતા દોઢ કલાકનો સમય લાગ્યો હતો અને હવે આધેડની સ્થિતી સારી છે. ત્યારે આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/