+

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવક પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ: શહેરમાં ફરી એકવાર કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે, રાજકોટના હસનવાડી વિસ્તારમાં ગત સોમવારે મોડી રાત્રે બે શખ્સોએ એક યુવક પર છરીથી જીવલેણ હુમલો કરતા ચકચ

રાજકોટ: શહેરમાં ફરી એકવાર કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે, રાજકોટના હસનવાડી વિસ્તારમાં ગત સોમવારે મોડી રાત્રે બે શખ્સોએ એક યુવક પર છરીથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા હસનવાડી વિસ્તારમાં અમન સંધી નામનો યુવાન સોમવારની રાત્રે પોતાની કુરિયર ઓફિસમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક બે શખ્સો ત્યાં ધસી આવ્યાં હતા અને અમન સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. વિવાદ વધતા એક શખ્સે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે અમન પર એક પછી એક 7 જેટલા જેટલા ઘા ઝીંકી દીધા હતા.

ઓફિસ માલિક અને આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અમનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર લોહિયાળ ઘટના ઓફિસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીઓ અમનને ઓફિસની બહાર બોલાવી તેના પર જીવલેણ હુમલો કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, ઈજાગ્રસ્ત અમનને ભુરિયો અને ભગત નામના બે શખ્સો સાથે દારૂ પીવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

બનાવની જાણ થતા જ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

facebook twitter