+

રાજકોટમાં 45 વર્ષીય વ્યકિતને આવ્યો હાર્ટએટેક, બાઈક ચલાવતી સમયે અચાનક થયા બેભાન

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મોત 45 વર્ષીય કમલેશ મકવાણા બાઇક પર જઇ હતા તે સમયે અચાનક બેભાન થઇ ગયા રાજકોટઃ હાર્ટએટેકનો સિલસિલો હજુ યથાવત છે. હાર્ટએટેકથી ઓછી ઉંમરના લોકોના મોત થઇ રહ્યાં

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મોત

45 વર્ષીય કમલેશ મકવાણા બાઇક પર જઇ હતા તે સમયે અચાનક બેભાન થઇ ગયા

રાજકોટઃ હાર્ટએટેકનો સિલસિલો હજુ યથાવત છે. હાર્ટએટેકથી ઓછી ઉંમરના લોકોના મોત થઇ રહ્યાં છે. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. 45 વર્ષીય કમલેશ મકવાણા રવિવારની સાંજે યુનિવર્સિટી રોડ પર બાઇક પર મિત્ર સાથે આંટો મારવા નીકળ્યા હતા, ત્‍યારે રોયલ પાર્ક પાસે એકાએક ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. કમલેશ મકવાણા ખાનગી હોસ્પિટલમાં લેબમાં કામ કરતા હતા.

પાલનપુર તાલુકાના ધાણધા ગામના પણ યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. 30 વર્ષીય ખેમાભાઈ સેભરા નામનો યુવક ઘરેથી   કામ ધંધે જવા નીકળ્યો હતો અને ગામમાં વચ્ચે ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. યુવાનનું અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter