+

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને MLA રીવાબાએ ગણેશ પંડાલમાં બનાવ્યાં લાડુ

જામનગરઃ દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ગણેશ પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરમિયાન,  ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ તેમના મતવિસ્ત

જામનગરઃ દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ગણેશ પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરમિયાન,  ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ તેમના મતવિસ્તાર જામનગર ઉત્તરમાં ભગવાન ગણેશજીના પંડાલમાં લાડુ બનાવતા જોવા મંળ્યાં હતા. રીવાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે.

રીવાબાએ કહ્યું, દેશભરમાં ગણેશ મહોત્સવનું આયોજન અને ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ભગવાન ગણેશજીને 4,000 લાડુ ચઢાવવામાં આવે છે અને અમારી 50 થી વધુ બહેનો આ માટે કામ કરી રહી છે. હું દરેકને મારી શુભકામનાઓ આપું છું. આ પ્રસંગે હું આયોજકોનો પણ આભાર માનું છું.

રવિન્દ્ર જાડેજા પણ ભાજપમાં જોડાયા

હાલમાં જ સમાચાર સામે આવ્યાં છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી- 20 વર્લ્ડકપ 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેઓ તેમની પત્ની રીવાબા સાથે નવી ઇનિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. રવિન્દ્ર જાડેજાએ પણ પત્નીની જેમ રાજકારણ તરફ વળ્યાં અને ભાજપનું સભ્યપદ લીધું છે. રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

રવિન્દ્રએ તેમની પત્ની રીવાબા માટે પ્રચાર પણ કર્યો હતો, તે ઘણા રોડ શોમાં પણ જોવા મળ્યાં હતા. રીવાબા 5 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. 2022 માં પાર્ટીએ તેમને જામનગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં તેઓ જીત્યા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter