+

રાજસ્થાનના ધોલપુરમાં મોટો અકસ્માત, બસ-ટેમ્પોની ટક્કરમાં 8 બાળકો સહિત 11 લોકોનાં મોત

જયપુરઃ  ધોલપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક સ્લીપર કોચ બસે ટેમ્પોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 8 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃત

જયપુરઃ  ધોલપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક સ્લીપર કોચ બસે ટેમ્પોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 8 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.

આ અકસ્માત બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH 11B પર સુનીપુર ગામ પાસે થયો હતો. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો બારી શહેરના ગુમત મોહલ્લાના રહેવાસી છે. આ તમામ લોકો બરૌલી ગામમાં ભાત કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યાં હતા.

આ અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ ઘણી વધારે હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતા લોકો મદદ માટે આગળ આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યું પામ્યા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter