+

સાણંદમાં ગ્લેડ વન રિસોર્ટમાં દારૂ પાર્ટી પર પોલીસની રેડ, 42 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા- Gujarat Post

24 કલાકમાં પોલીસે બે હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી રાજ્યમાં છૂટથી અને માંગો તે જગ્યાએ દારૂ મળતું હોવાનું ફરીવાર સાબિત થયું અમદાવાદઃ સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્

24 કલાકમાં પોલીસે બે હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી

રાજ્યમાં છૂટથી અને માંગો તે જગ્યાએ દારૂ મળતું હોવાનું ફરીવાર સાબિત થયું

અમદાવાદઃ સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ હતી.પોલીસે રિસોર્ટમાં રેડ દરમિયાન 100 લોકોને તપાસ કરી હતી, જેમાંથી 16 યુવકો અને 26 યુવતીઓ મળીને કુલ 42 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તમામને મોડી રાતે મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.  

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થ ડે પર આ દારૂ પાર્ટી યોજાઈ હતી. પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.મોટી સંખ્યામાં દારૂ પીતા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી.યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી તેમના પરિવારના સભ્યોના પણ ટોળા ઉમટ્યાં હતા. 

ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા હતા.પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter