રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, આણંદમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને કરશે સંબોધન

01:30 PM Jul 26, 2025 | gujaratpost

વડોદરાઃ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રસદ, આંકલાવ અને ખંભાત વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે રાહુલ ગાંધીનો કાફલો અંધારીયા ચકલા પહોંચશે. આણંદ, ઉમરેઠ, પેટલાદ વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ત્યાં તેમનું સ્વાગત કરશે.

હાલમાં અમૂલની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તે સંદર્ભે રાહુલ ગાંધી બપોરે 3 વાગ્યે જીટોડિયા સ્થિત બંધન પાર્ટીપ્લોટ ખાતે સહકારી આગેવાનો તેમજ અમૂલના સભાસદો સાથે સંવાદ કરશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++