+

પોલીસ સબ ઇન્સ્પેકટરે રૂ. 5,00,000 ની લાંચની કરી હતી માંગણી, એસીબીએ વચેટિયાને ઝડપી લીધો

આણંદઃ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલ હોવાથી ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગૌમાંસ અં

આણંદઃ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલ હોવાથી ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગૌમાંસ અંગેના ગુનામાં ફરીયાદીને આરોપી તરીકે નહી બતાવવા તેમજ ફરીયાદી તથા તેમના પરિવારનો વરઘોડો નહી કાઢવા આ કામના આક્ષેપિત પી.ડી.રાઠોડ, પો.સ.ઇ. ખંભાત સીટી પો.સ્ટે., જી.આણંદ અને મોહમંદ ઇમરાન મોહમંદઉસ્માન સોદાગર પ્રજાજનના મારફતે રૂ.5,00,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીએ રકઝક અને આજીજી કરતા બન્ને આક્ષેપિતોએ રૂ.3,00,000 આપવા જણાવ્યુ હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આક્ષેપિત મોહમંદ ઇમરાને હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસેથી લાંચના નાણાં રૂ. 3,00,000 ની સ્વીકારતા ઝડપાયો હતો.

તેમજ ટ્રેપ દરમ્યાન આક્ષેપિત મોહમંદ ઇમરાને પી.ડી.રાઠોડને વોટસએપ કોલ કરીનેલાંચના નાણા મેળવ્યા હોવાની સંમતિ દર્શાવી હતી. લાંચના છટકાંમાં આક્ષેપિત મોહમંદ ઇમરાન સ્થળ પર પકડાઇ ગયો હતો અને પી.ડી.રાઠોડને વહેમ પડતા નાસી ગયો હતો. 

ટ્રેપીંગ અધિકારી : એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી : કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter