+

અમેરિકા: વોલમાર્ટ સ્ટોરમાં લોકો પર થયો છરીથી હુમલો, 11 ઘાયલ, જેમાંથી 6 ની હાલત ગંભીર

અમેરિકા: મિશિગનના ટ્રેવર્સ સિટીમાં શનિવારે વોલમાર્ટ સ્ટોરમાં 11 લોકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી છ લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં

અમેરિકા: મિશિગનના ટ્રેવર્સ સિટીમાં શનિવારે વોલમાર્ટ સ્ટોરમાં 11 લોકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી છ લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે.

મુન્સન હેલ્થકેર હોસ્પિટલે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ઉત્તરી મિશિગનની તેમની હોસ્પિટલમાં તમામ 11 ઘાયલોની સારવાર ચાલી રહી છે અને બધાને છરીના ઘા વાગ્યા છે. શનિવારે મોડી રાત્રે છ ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે પાંચની હાલત ગંભીર છે.

શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો

મિશિગન સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિ મિશિગનનો હોવાની શક્યતા છે, પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે અને અધિકારીઓ હુમલા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમરે પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

વોલમાર્ટે નિવેદન બહાર પાડ્યું

વોલમાર્ટે પણ આ ઘટના પર એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તપાસમાં કાયદા અમલીકરણ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. અમારી સંવેદનાઓ ઘાયલો સાથે છે અને અમે બચાવ કાર્યકરોના તેમના ઝડપી પગલાં માટે આભારી છીએ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter