Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું

08:55 PM Feb 13, 2025 | gujaratpost

ઇમ્ફાલઃ સીએમ પદેથી બિરેનસિહે રાજીનામું આપ્યાં પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં મૈતેઇ અને કુકી સમૂદાય વચ્ચે હિંસા થઇ રહી છે અને અત્યાર સુધી 300 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે, વિપક્ષ કોંગ્રેસ પણ આ મુ્દ્દો વારંવાર ઉઠાવી રહ્યું છે.

કોંગ્રેસ તરફથી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો હતો, તે પહેલા જ બિરેનસિંહે 9 તારીખે રાજીનામું આપી દીધું હતુ અને તેના ચાર દિવસ બાદ ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાનું નોટિફિકેશન જારી કર્યુ છે. હવે મણિપુરની કમાન કેન્દ્ર સરકાર પાસે હશે.

અંદાજે 20 મહિનાઓથી મણિપુરમાં ભયંકર હિંસા થઇ રહી છે, સરકારે પણ હિંસા પર કાબૂ મેળવવા નિષ્ફળ દેખાઇ રહી છે અને હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++