કોલકત્તા બળાત્કાર- હત્યા કેસમાં પહેલી જ વખત બોલ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, બસ હવે બહુ થયું, આ બધું સહન નથી કરવાનું

09:12 PM Aug 28, 2024 | gujaratpost

આરોપીઓ સામે કડક કાર્યવાહીના આપ્યાં સંકેત

દેશભરમાં આ ઘટનાનો થઇ રહ્યો છે વિરોધ

નવી દિલ્હીઃ કોલકત્તામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કર્યાંના કેસમાં દેશભરમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા છે, આ કેસ પર વિપક્ષો પણ મમતા બેનર્જી સરકારને ઘેરી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું છે, તેમને કહ્યું કે બસ હવે બહુ થયુ, દેશમાં મહિલાઓ પર અત્યાચાર સહન નહીં થાય, તેમને કહ્યું કે હું આ બનાવથી દુ:ખી અને નિરાશ છું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓ સામેના ગુનાઓને ગંભીરતાથી લેવા જોઇએ, દિલ્હી નિર્ભયા કેસના 12 વર્ષમાં બળાત્કારની અસંખ્ય ઘટનાઓને સમાજ ભૂલી ગયો છે. આ સામૂહિક રુપે ભૂલવાની બીમારી યોગ્ય નથી.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓએ આ ઘટનાની નિંદા કરીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે, અને હવે રાષ્ટ્રપતિએ પણ આ ઘટનાની નિંદા કરી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526