એવું લાગે છે કે હું મારા પોતાના ઘરે આવ્યો છું...વડાપ્રધાન મોદીનું UAE માં ભવ્ય સ્વાગત

09:31 PM Feb 13, 2024 | gujaratpost

અબુ ધાબીમાં નવો ઇતિહાસ રચાયોઃ મોદી

ભારત-યુએઇની દોસ્તી જિંદાબાદઃ નરેન્દ્ર મોદી

અબુધાબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે પહોંચ્યાં છે. તેઓ બુધવારે અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધઘાટન કરશે. પીએમ મોદીએ કહ્યું કે હું આ ઉષ્માભર્યાં સ્વાગત માટે આભારી છું. જ્યારે પણ હું તમને મળવા અહીં આવું છું ત્યારે મને હંમેશા એવું લાગે છે કે હું મારા પરિવારને મળવા આવ્યો છું. થોડા જ સમયમાં હું શેખ મોહમ્મદ બિન જાયદને પાંચ વખત મળ્યો છું.આ આપણા ગાઢ સંબંધો દર્શાવે છે.

પીએમ મોદીના અબુધાબી આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

પીએમ નરેન્દ્ર અબુધાબી પહોંચી ગયા છે. જ્યાં તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગળે લગાવ્યાં હતા. પીએમ મોદીના આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં ભારતીય સમૂદાયને સંબોધિત કરશે અને એક મોટા હિન્દુ સ્વામીનારાયણ મંદિરના ઉદ્ઘઘાટન સમારોહમાં હાજરી આપશે. પીએમ મોદીએ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમ ખાતે ભારતીય સમૂદાયના કાર્યક્રમ અહલાન મોદી (હેલો મોદી)માં સંબોધન કર્યું હતુ અને ભારત-યુએઇ વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરવાની વાત કરી હતી, 14 ફેબ્રુઆરીએ, તેઓ UAEની રાજધાનીમાં BAPS હિન્દુ મંદિરમાં ઉદ્ઘઘાટન સમારોહમાં હાજરી આપશે.

ભારતીય સમૂદાયમાં ઉત્સાહનો માહોલ 

અબુ ધાબી પહોંચતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન હું અબુ ધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘઘાટન કરીશ. BAPS મંદિર ભારત અને UAE બંનેના સંબંધોની મજબૂતી વધારશે. હું અબુ ધાબીમાં એક વિશેષ કાર્યક્રમમાં UAE માં રહેતા ભારતીય સમૂદાયના લોકોને સંબોધિત કરીશ. સંબોધન દરમિયાન તેમને કહ્યું કે આપણા સંબંધો ઐતિહાસિક બની છે અને બંને દેશો દરેક ક્ષેત્રમાં સહયોગ વધારશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post