PM મોદી 15 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ, જાણો કાર્યક્રમ

08:12 PM Sep 04, 2024 | gujaratpost

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 15મી તારીખે ગુજરાતની મુલાકાત કરશે. ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવશે. આ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મંગળવારે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે માહિતી આપી હતી.

અમદાવાદમાં PM મોદી આ કાર્યક્રમમાં લગભગ એક લાખ કાર્યકરોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ 16 સપ્ટેમ્બરે યોજાશે. ગાંધીનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું કે ત્રીજી વખત પીએમ બનવા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ આ કાર્યક્રમ દ્વારા પોતાની તાકાત બતાવશે અને સમગ્ર દેશને સંદેશ આપશે.

ગાંધીનગર સુધી મેટ્રોની ભેટ આપશે

પાટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી  સભાને સંબોધશે. તે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં એક મોટા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન અમદાવાદથી ગાંધીનગરને જોડતા મેટ્રો કોરિડોર પર સેવાનું લોકાર્પણ કરશે. હાલમાં અમદાવાદ મેટ્રો માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે મોટેરા ગામ સુધી જ જાય છે.

ગાંધીનગરમાં પણ એક કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન સરકાર અને સંસ્થાઓ સાથે જોડાયેલા નેતાઓને પણ મળશે. ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. સપ્ટેમ્બરની મુલાકાત બાદ વડાપ્રધાન આગામી મહિને એકતા દિવસમાં ભાગ લેવા ગુજરાત આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યું ઑફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી કરીને દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપશે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526