+

પહેલા ગોંડલમા્ં જયરાજસિંહ સામે મોરચો અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા પાટીદાર નેતા જીગીશા પટેલ

વિધાનસભા ચૂંટણી લડી શકે છે જીગીશા પટેલ  સુરેન્દ્રનગરઃ સાયલામાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની વિધાનસભા ચૂટણ

વિધાનસભા ચૂંટણી લડી શકે છે જીગીશા પટેલ 

સુરેન્દ્રનગરઃ સાયલામાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની વિધાનસભા ચૂટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના મતો કબ્જે કરવાની તૈયારી કરી લીધી છે, જેમાં હવે પાટીદાર સમાજના મહિલા અગ્રણી જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીનું પાટીદાર પાસું વધુ મજબૂત બન્યું છે. આપ પાસે પહેલાથી જ ગોપાલ ઈટાલિયા જેવા મજબૂત વોટબેંક ધરાવતા નેતા છે. હવે પાટીદાર સમાજનો જાણીતો ચહેરો જીગીશા પટેલ પણ આપમાં જોડાયા છે. રાજકોટ- અમદાવાદ હાઈ વે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જીગીશા પટેલને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જીગીશા પટેલે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને તેમના દિકરા ગણેશ ગોંડલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જીગીશા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી છે. ઉપરાંત પાટીદાર સમાજની કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ પણ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter