અમરેલીઃ માવઠાંને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન સંદર્ભે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. આગામી તારીખ 3 થી 8 નવેમ્બર સુધી ખેતી બચાવો સત્યાગ્રહના કાર્યક્રમો તાલુકા મથકે કરાશે. 3થી 8 તારીખ સુધી માવઠાને પગલે થયેલા પાક નુકસાન મામલે જિલ્લા કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, માટે સરકારે મોટું મન રાખીને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. 3 તારીખથી 8 તારીખ સુધી વિવિધ તાલુકા મથકો પર પ્રતિક ધરણાં કરવામાં આવશે.
અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આક્રમક અંદાજમાં જોવા મળ્યાં હતા. તેમણે ખેતી બચાવો સત્યાગ્રહ મામલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.જો આંદોલન માટે મંજૂરી નહીં મળે તો તો તેઓ જેલમાં જવા પણ તૈયાર છે.
અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસની નેતા પ્રતાપ દુધાત દ્વારા આંદોલનના આરંભ પહેલાં સોશિયલ મીડિયામાં એક અપીલ કરવામાં આવી છે. તેમણે ખેડૂતોને ક્રોપ વિંગ એપ્લિકેશનમાં લોકેશન સાથે ફોટા પાડવાના ગતકડાં સામે સખત નારાજગી વ્યક્ત કરી છે ભાજપ સરકારને શરમ આવવી જોઈએ, તેમને કહ્યું કે સર્વે કરવા આવનારા અધિકારીઓને પાછા મોકલો અને સરકાર સામે અવાજ ઉઠાવો.
""ખેતી બચાવો સત્યાગ્રહ""
— Paresh Dhanani (@paresh_dhanani) October 31, 2025
હાલ દિવાળીએ થઈ ગઈ છે હોળીને
ખેડૂતોના સપના થયા છે ધુળ ધાણી,
છે આભલે ઘન-ઘોર વાદળો છવાયાને
સાત-સાત દી' થી હજુ સુરજ ખોવાયા,
ચોંધાર વરસાદે ઉભા મોલ તો મુરઝાયાને
હતા ખેતરમા પડેલા પાથરા પણ તણાયા,
માંડવીના દાણે દાણે ફુટી ગઈ મુંછોને
કપાસના ઝીંડવે કાઢ્યા છે ફરી… pic.twitter.com/tTWQfiMqc4
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/