+

ગિરનાર લીલી પરિક્રમા: મોડી રાતે મુહૂર્ત, સાધુ-સંતો સહિત મર્યાદિત લોકોને જ મંજૂરી મળી

કમોસમી વરસાદથી માર્ગ ધોવાઈ જતાં લીલી પરિક્રમા સ્થગિત, જો કે સાધુ સંતોને મળી મંજૂરી પરિક્રમા ન હોવા છતા જૂનાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું પ્રતિકાત્મક પરિક્રમામાં સાધુ- સંતો ઉપસ્થિત રહ્યાં 

કમોસમી વરસાદથી માર્ગ ધોવાઈ જતાં લીલી પરિક્રમા સ્થગિત, જો કે સાધુ સંતોને મળી મંજૂરી

પરિક્રમા ન હોવા છતા જૂનાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું

પ્રતિકાત્મક પરિક્રમામાં સાધુ- સંતો ઉપસ્થિત રહ્યાં 

જૂનાગઢઃ ગિરનારની પ્રખ્યાત લીલી પરિક્રમા દર વર્ષે કારતક મહિનાની દેવઉઠી એકાદશીના શુભ દિવસે શરૂ થાય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા માર્ગ ધોવાઈ જતા જનતા માટે તે રદ્દ કરવામાં આવી હતી. જો કે, પરંપરા તૂટે નહીં તે માટે 1 નવેમ્બરની મધ્ય રાત્રિએ પૂજા-પાઠ સાથે એક દિવની પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાત્રે 12 વાગ્યે ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર ભારતી આશ્રમના પ્રવેશદ્વારથી આ વિધિ શરૂ થઈ હતી.સૌ પ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરાયું. દીવો પ્રગટાવીને શ્રીફળ વધેરીને શુભ મુહૂર્ત કરાયું. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગિરનારનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતોએ ધાર્મિક પરંપરા જાળવવા માટે ગિરનારની પરિક્રમા શરૂ કરી હતી, જે સાંજ સુધી ચાલશે. જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયા, કમિશનર, શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ જેવા મુખ્ય સાધુ-સંતો આ ધાર્મિક વિધિમાં હાજર રહ્યાં હતા.

કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું કે, ભાવિકો માટે આ વર્ષે પરિક્રમા મોકૂફ રખાઈ છે, પરંતુ ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે, જેમાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સામેલ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter