+

મામલતદારે ઓફિસના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી, પાટણના હારીજનો બનાવ

નર્મદા નિગમ લિ.ની કચેરી પરથી મારી છલાંગ પાટણઃ હારીજમાં મામલતદાર કચેરીના ત્રીજા માળેથી કૂદીને મામલતદારે આત્મહત્યા કરતા સનસની મચી ગઇ છે. અહીં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલે આ પગલું ભર્યું છે, પોલીસ હ

નર્મદા નિગમ લિ.ની કચેરી પરથી મારી છલાંગ

પાટણઃ હારીજમાં મામલતદાર કચેરીના ત્રીજા માળેથી કૂદીને મામલતદારે આત્મહત્યા કરતા સનસની મચી ગઇ છે. અહીં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલે આ પગલું ભર્યું છે, પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહનો કબ્જો લીધો છે.

નવા બિલ્ડીંગમાં આવેલી કચેરીનો આ બનાવ છે, જ્યાં અચાનક જ મામલદારે આ પગલું ભર્યું છે, આ ઘટનાને પગલે અહીં લોકોના ટોળાં ભેગા થઇ ગયા હતા, બિલ્ડીંગ નીચે ઝંપલાવતા અહીં લોકો ભેગા થઇ ગયા હતા, પોલીસે અહીં આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું

એક અધિકારીની આત્મહત્યાથી તેમના સાથી મિત્રો પણ ચોંકી ગયા

આ ઘટના બાદ મામલતદાર વી.ઓ.પટેલના પરિવારને જાણ કરાઇ છે અને તેમના પરિવારના સભ્યો અહીં પહોંચી રહ્યાં છે, મામલતદાર પાસેથી કોઇ સ્યૂસાઇડ નોટ મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે કે તેમને કેમ આત્મહત્યા કરી છે. એક અધિકારીના મોતથી તેમના સાથી મિત્રોમાં અને પરિવારમાં શોક છવાઇ ગયો છે.

નોંધનિય છે કે ગત 4 ફેબ્રુઆરીએ મૃતકે પોતાના ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં જણાવ્યું હતું કે તેમના નામનું ફેક  ફેસબુક આઇડી અને ફોટોવાળું whatsapp આઈડી બનાવીને કોઇના દ્વારા ખોટી માંગણીઓ કરાઇ રહી છે, જેથી મામલતદારે મિત્રોને કહ્યું હતુ કે આ ફેક આઈડી પરથી આવતી કોઇ માંગણીઓ સ્વીકારશો નહીં અને હવે તેમને આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. ત્યારે પોલીસે તેમનો મોબાઇલ અને સોશિયલ મીડિયાના એકાઉન્ટની તપાસ હાથ ધરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter