પાટણઃ એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે. રણછોડ લક્ષ્મણભાઇ ગોહિલ, સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક), વર્ગ-3, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને રૂપિયા 8,800 ની લાંચ લેતા ઝડપી લીધા છે.
ફરીયાદી નાણાં ધીરધારનો ધંધો કરે છે અને સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં તેમની પાસેથી લોન લેનારાઓની એન્ટ્રીઓ કરેલી હતી, જે એન્ટ્રીઓમાં ભુલ હતી, જે સુધારવા ફરીયાદી આ રણછોડ ગોહિલને મળ્યાં હતા. જેમને એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.400 લેખે ફરિયાદીની 22 એન્ટ્રીઓના રૂપિયા 8,800 ની લાંચની માંગણી કરાઇ હતી. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી.પોસ્ટે. પાટણ
સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહીલ,
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++