+

ACB ટ્રેપઃ પાટણમાં સહકારી કર્મચારી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

પાટણઃ એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે. રણછોડ લક્ષ્મણભાઇ ગોહિલ, સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક), વર્ગ-3, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને રૂપિયા 8,800 ની લાંચ લેતા ઝડપ

પાટણઃ એસીબીએ વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે. રણછોડ લક્ષ્મણભાઇ ગોહિલ, સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક), વર્ગ-3, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને રૂપિયા 8,800 ની લાંચ લેતા ઝડપી લીધા છે.

ફરીયાદી નાણાં ધીરધારનો ધંધો કરે છે અને સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં તેમની પાસેથી લોન લેનારાઓની એન્ટ્રીઓ કરેલી હતી, જે એન્ટ્રીઓમાં ભુલ હતી, જે સુધારવા ફરીયાદી આ રણછોડ ગોહિલને મળ્યાં હતા. જેમને એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.400 લેખે ફરિયાદીની 22  એન્ટ્રીઓના રૂપિયા 8,800 ની લાંચની માંગણી કરાઇ હતી. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી.પોસ્ટે. પાટણ

સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહીલ,
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter