કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે

09:41 PM Apr 24, 2025 | gujaratpost

અનેક દેશોના રાજદ્વારીઓને વિદેશ મંત્રાલય (MEA)માં બોલાવવામાં આવ્યાં હતા

હાલની સ્થિતી પર રાજદ્વારીઓ સાથે થઇ ચર્ચા

ભારત પાકિસ્તાન સામે બનાવી રહ્યું છે રણનીતિ

Trending :

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કાશ્મીરની મુલાકાત લેશે

અમિત શાહે મને તાત્કાલિક બેઠકમાં બોલાવ્યાંઃ ઔવેસી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે આજે દેશ એક થઇ રહ્યો છે, પાકિસ્તાનને સબક શિખવી દેવા મોદી સરકારે તૈયારીઓ કરી લીધી છે, આજે ગૃહમંત્રી અમિત શાહ, વિદેશે મંત્રી એસ.જયશંકર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળ્યાં હતા, બીજી તરફ સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ સહિતને પાર્ટીઓએ ભાજપને સપોર્ટ કર્યો છે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદી સરકારે જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, કોંગ્રેસ સરકારની સાથે જ છે. સાથે જ શુક્રવારે રાહુલ ગાંધી કાશ્મીરની મુલાકાત લેશે.

બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ પક્ષોએ આ હુમલાની નિંદા કરી છે. કાશ્મીરમાં શાંતિ માટેના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી અને સરકારને સંપૂર્ણ ટેકો આપવામાં આવશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, વિદેશ મંત્રી જયશંકર સહિતના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++