અકસ્માતમાં કાર પડીકું વળી ગઈ
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્રણ લોકોનાં અકસ્માત સ્થળે જ મોત, 4 ઘાયલ
ભરૂચ: ગુજરાતમાં ગોઝારા અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. શિયાળામાં ધુમ્મસની સાથે રાજ્યમાં અકસ્માતની ઘટના નોંધપાત્ર રીતે વધી છે. અંકલેશ્વરના બાકરોલ નજીક નેશનલ હાઇવે 48 પર ગોઝારો અકસ્માત થયો છે. એક કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટના સ્થળે જ મૃત્યું પામ્યા હતા. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++