રાજ્યમાં વધુ એક BLO ની તબિયત લથડી, સલાયામાં SIR ની કામગીરી કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો

10:45 PM Dec 11, 2025 | gujaratpost

ખંભાળિયા: તાલુકાના સલાયા ગામમાં ફરજ બજાવતા બૂથ લેવલ ઓફિસર (BLO) અમૃતબેન કાટેલિયાની તબિયત અચાનક લથડતાં વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે. બુધવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમૃતબેન આંગણવાડી ખાતે SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) સરકારી કામગીરી કરી રહ્યાં હતા, તે દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમની તબિયત બગડી હતી.

તબિયત લથડતાં અમૃતબેનને સૌ પ્રથમ સલાયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તેમને વધુ સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તેમની ગંભીરતાને જોતાં, તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે.

સરકારી કામગીરી દરમિયાન અધિકારીની તબિયત બગડવાના કારણે વહીવટી તંત્રમાં ચિંતાનો માહોલ છે. રાજ્યમાં કામના ભારણને કારણે બીએલઓના મોત થયા હોવાના અનેક કિસ્સા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++