+

આજે નક્કિ થઇ ગયું....મોદી ત્રીજી વખત બનશે દેશના વડાપ્રધાન, NDAએ સંસદીય દળના નેતા પસંદ કર્યા, 7 જૂને સરકાર બનાવવાનો દાવો કરશે

એનડીએ 293 બેઠકો સાથે સરકાર બનાવવાનો દાવો કરશે ભાજપને 240 બેઠકો મળી છે, કોંગ્રેસને 99 બેઠકો મળી છે  ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધને તમામ જીતેલા અપક્ષો અને પ

એનડીએ 293 બેઠકો સાથે સરકાર બનાવવાનો દાવો કરશે

ભાજપને 240 બેઠકો મળી છે, કોંગ્રેસને 99 બેઠકો મળી છે 

ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધને તમામ જીતેલા અપક્ષો અને પાર્ટીઓને પોતાની સાથે આવવા આમંત્રણ આપ્યું છે પરંતુ હવે સરકાર એનડીએની જ બની રહી છે, નવી દિલ્હીમાં મળેલી એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વ સંમતિથી વડાપ્રધાન પદ માટે પસંદ કરાયા છે, હવે 7 જૂને રાષ્ટ્રપતિ પાસે સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.

એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, જે.પી.નડ્ડા, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, પવન કલ્યાણ, અનુપ્રિયા પટેલ, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા અને બધાએ ફરીથી મોદીના નામ પર મ્હોર લગાવી છે.

મોદી 8 જૂને રાજધાનીમાં વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે અને તેમની સાથે મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. ચૂંટાયેલા સાંસદોને અત્યારથી દિલ્હી બોલાવી લેવામાં આવ્યાં છે, ગુજરાતના સાંસદો પણ ટૂંક સમયમાં જ દિલ્હી જવા રવાના થશે. દેશમાં ઐતિહાસિક રીતે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહ્યાં છે, અગાઉ જવાહરલાલ નહેરુ ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યાં હતા. તેમના પછી હવે મોદી ત્રીજી વખત વડાપ્રધાનની ખુરશી પર બેસવા જઇ રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter