અમેરિકાઃ વર્જિનિયા પ્રાઈમરી ચૂંટણીમાં ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમની જીત, બેંગ્લુરુ સાથે છે સંબંધ- Gujarat Post

11:11 AM Jun 19, 2024 | gujaratpost

વોશિંગ્ટનઃ વર્જિનિયા રાજ્યમાં યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક ચૂંટણીમાં ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમનો વિજય થયો છે. સુહાસ સુબ્રમણ્યમે વર્જીનિયા સીટ પર અન્ય 11 ઉમેદવારોને હરાવીને જીત મેળવી છે. સુહાસે જે 11 ઉમેદવારોને હરાવ્યાં છે.તેમાં ભારતીય મૂળની ક્રિસ્ટલ કૌલ પણ સામેલ છે. સુહાસ સુબ્રમણ્યમ વર્ષ 2019માં વર્જીનિયા જનરલ એસેમ્બલીમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય મૂળના, દક્ષિણ એશિયાઈ મૂળના અને પ્રથમ હિન્દુ નેતા છે.

સુહાસ સુબ્રમણ્યમ વર્ષ 2023માં વર્જીનિયા સ્ટેટ સેનેટ માટે પણ ચૂંટાયા છે. હવે સુબ્રમણ્યમ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે વર્જીનિયા સીટ પરથી ચૂંટણી લડશે.વર્જીનિયા સીટ પર મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે, તેથી સુહાસ સુબ્રમણ્યમનો દાવો ઘણો મજબૂત માનવામાં આવે છે. વર્જીનિયા સીટ પરથી વર્તમાન સાંસદ જેનિફર વેક્સટન છે, પરંતુ ગયા વર્ષે તેમણે જાહેરાત કરી હતી કે તે 2024ની ચૂંટણી નહીં લડે. વેક્સટને પણ સુબ્રમણ્યમના દાવાને સમર્થન આપ્યું હતું. હવે સુહાસનો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સી સાથે થશે.

સુહાસ સુબ્રમણ્યમ (37વર્ષ) નો જન્મ હ્યુસ્ટનમાં થયો હતો. સુહાસના માતા-પિતા બેંગ્લોરથી અમેરિકા શિફ્ટ થયા હતા. 2015 માં, સુહાસને તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. મીડિયા સાથે વાત કરતા સુહાસે કહ્યું કે 'તે અમેરિકાના સારા ભવિષ્ય માટે કોંગ્રેસની ચૂંટણી લડી રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમસ્યાઓ ઉકેલવા અને ભવિષ્ય પ્રત્યે સજાગ રહેવા માટે છે. અમે માત્ર આગામી બે કે ત્રણ વર્ષ માટે નહીં પરંતુ આગામી 20-30 વર્ષ માટે કાયદો બનાવીશું. હું ઈચ્છું છું કે મારા બાળકો વધુ સારા સમાજ અને સારી દુનિયામાં જીવે.

સુહાસે કહ્યું કે મારા માતા-પિતા બેંગ્લોર અને ચેન્નાઈના છે. તેણે થોડો સમય સિકંદરાબાદમાં પણ વિતાવ્યો હતો, તેઓ સારા ભવિષ્યની શોધમાં અહીં આવ્યાં હતા. જ્યારે મારા માતા-પિતા અહીં આવ્યાં ત્યારે તેમની પાસે વધારે કંઇ ન હતુ, પરંતુ તેઓ સખત મહેનત અને શિક્ષણ દ્વારા અહીં સફળ થયા. હું ઈચ્છું છું કે દરેકને અમેરિકામાં તેમના સપના પૂરા કરવાની તક મળે. દરેક વ્યક્તિ પોતાની મહેનતના આધારે અહીં આવી શકે છે અને સફળ બની શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526