Isreal Lebanon War Latest Update: ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત પર સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઈઝરાયેલે આતંકી સંગઠન હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે. બેરૂતના દહેહમાં કરાયેલા હુમલામાં છ ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા આતંકવાદીઓના મોતના સમાચાર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ વાત સામે આવી રહી છે કે ઈઝરાયેલના આ હુમલામાં હિઝબુલ્લા ચીફ હસન નસરાલ્લાહ પણ માર્યો ગયો છે. જો કે, નસરાલ્લાહના મોતની ઇઝરાયેલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.ન તો લેબનોન અથવા હિઝબુલ્લા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું છે. હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર આ હુમલાના થોડા સમય પહેલા વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રને કહ્યું હતું કે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વિરુદ્ધ અભિયાન અટકશે નહીં.
ઇઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે તે હાલમાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી લક્ષ્યો પર હુમલો કરી રહી છે. નૈૈતન્યાહુએ પોતાના ભાષણમાં કહ્યું હતુ કે તેઓ લેબનોનમાં હિઝબુલ્લાને નિશાન બનાવવાનું ચાલુ રાખશે, સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ નેતાઓને સંબોધતા કહ્યું હતુ કે જ્યાં સુધી અમારા ઉદ્દેશો પુરા નહીં થાય ત્યાં સુધી અમે હિઝબુલ્લા પર હુમલો કરવાનું ચાલુ રાખીશું. તે જ સમયે, એક અલગ નિવેદનમાં, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે પણ ઇઝરાયેલના દુશ્મનોને હરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં ઈઝરાયેલે હિઝબુલ્લાના ઘણા આતંકીઓને નિશાન બનાવ્યાં છે. આ હુમલામાં હિઝબુલ્લાહના અન્ય ઘણા કમાન્ડરોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. જ્યારે ઈઝરાયેલના અધિકારીને પૂછવામાં આવ્યું કે શુક્રવારના હુમલામાં નસરાલ્લાહ માર્યા ગયા હતા, તો તેમણે પત્રકારોને કહ્યું, મને લાગે છે કે કહેવું ખૂબ જ વહેલું છે. કેટલીકવાર જ્યારે અમે સફળ થઈએ છીએ, ત્યારે તેઓ હકીકતો છુપાવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/