+

NDA ની બેઠકમાં બંધારણ સામે મોદીએ ઝુકાવ્યું શીશ, નીતિશ, ચંદ્રબાબુએ મોદી માટે કહી આ વાત

9 જૂને મોદી પીએમ પદના ફરીથી લઇ શકે છે શપથ એનડીએની બેઠકમાં મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં નવી દિલ્હીઃ એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં, આ બે

9 જૂને મોદી પીએમ પદના ફરીથી લઇ શકે છે શપથ

એનડીએની બેઠકમાં મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં

નવી દિલ્હીઃ એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં, આ બેઠકમાં એનડીએના 293 તમામ સાંસદો હાજર રહ્યાં હતા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતા, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ મોદીને વડાપ્રધાન તરીકે સમર્થન આપ્યું હતુ.

બેઠકમાં પહોંચ્યાં ત્યારે મોદીએ બંધારણના પુસ્તક આગળ શીશ નમાવ્યું હતુ અને નમન કર્યું હતુ, મોદીએ કહ્યું કે દેશ ચલાવવા સર્વ સંમતિ જરૂરી છે અને એનડીએનું ગઠબંધન ત્રીજી ટર્મમાં પણ દેશ માટે કામ કરશે.

નીતિશ કુમારે કહ્યું- મોદી હવે બાકીનું કામ પૂરું કરશે

એનડીએની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે જેડીયુ એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. આ વખતે પીએમ મોદી દરેક રાજ્યનું બાકી રહેલું કામ પૂર્ણ કરશે. અમે તેમની સાથે ખુલ્લા દિલે રહીશું. મોદી કહેશે તે મુજબ કામ કરીશું.

મોદીએ ભારતને વૈશ્વિક શક્તિ બનાવી- નાયડુ

ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે મોદીએ છેલ્લા 10 વર્ષમાં મોટા નિર્ણયો લીધા છે. મને મોદીના વિઝન 2047માં વિશ્વાસ છે. મોદીજી જે વિચારે છે તે કરી બતાવે છે. તેમને ભારતને વૈશ્વિક શક્તિ બનાવ્યું. આજે ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છે, આવનારા વર્ષોમાં ભારત વૈશ્વિક નેતા બનશે.
 
દેશના 140 કરોડ લોકોનો વિશ્વાસ- અમિત શાહ

અમિત શાહે કહ્યું, 'આ પ્રસ્તાવ માત્ર અહીં બેઠેલા લોકોની ઈચ્છા નથી. દેશના 140 કરોડ લોકોનો આ પ્રસ્તાવ છે. આ દેશનો અવાજ છે કે પીએમ મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter