નફે સિંહ રાઠી હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા, ગોવામાંથી 2 શૂટરોની કરી ધરપકડ

10:27 AM Mar 04, 2024 | gujaratpost

હરિયાણાઃ નફે સિંહ રાઠી હત્યા કેસમાં ઝજ્જર પોલીસને મોટી સફળતા મળી છે. રાઠીની હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમના નામ સૌરવ અને આશિષ છે. પકડાયેલા બંને આરોપીઓ શૂટર હતા. આ બંને આરોપીઓ દિલ્હીના નાંગલોઈ વિસ્તારના રહેવાસી છે. તેઓ કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. બંને શૂટર્સની ઝજ્જર પોલીસે ગોવાથી ધરપકડ કરી છે. 

બે શૂટરોની શોધ ચાલુ છે

ઝજ્જર પોલીસ, હરિયાણા એસટીએફ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશનમાં કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગના બંને શૂટર્સ ગોવાથી ઝડપાયા છે. પોલીસ હજુ પણ આ કેસમાં વધુ બે શૂટરોને શોધી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા શૂટરો કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા છે. ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ હાલ લંડનમાં છે.

Trending :

આ હત્યા 25 ફેબ્રુઆરીએ થઈ હતી

INLDના હરિયાણા એકમના અધ્યક્ષ રાઠી અને પાર્ટી કાર્યકર જયકિશનની 25 ફેબ્રુઆરીના રોજ અજ્ઞાત હુમલાખોરોએ તેમના વાહન પર અંધાધૂંધ ગોળીબાર કરીને બહાદુરગઢ, ઝજ્જરમાં હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. એક તરફ વિપક્ષ સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે, બીજી તરફ પોલીસ આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જેમાં બે શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. હત્યા પાછળ માસ્ટરમાઇન્ડ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post