નડિયાદઃ ગુજરાત પોસ્ટ ન્યૂઝે હાલમાં જ જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે અને હવે તેના પુરાવા પણ સામે આવી રહ્યાં છે, નડિયાદમાં સીજીએસટીના બે અધિકારીઓ 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
સુબોધ સુભાષ ચૌહાણ, જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2, સી.જી.એસ.ટી. ભવન નડીયાદ અને અમરનાથ ગોવર્ધનરામ સરોજ, સુપ્રિટેન્ડન્ટ સેન્ટ્રલ જી.એસ.ટી. નડીયાદ, વર્ગ-2 ને 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.
ફરીયાદી ટ્રાન્સપોટેશનનો ધંધો કરે છે અને તેઓની સામાન ભરેલી ગાડી સેન્ટ્રલ જી.એસ.ટી. અધિકારીએ પકડી હતી. જે ગાડી નડીયાદ સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફીસ ખાતે લાવેલા અને ફરિયાદી ગાડી છોડાવવા જતા ગાડીમા રહેલા માલ-સામાનના કાગળોમા જી.એસ.ટી બાબતે ક્ષતિ કાઢી હતી અને ગાડી છોડવા 55 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 10 લાખ રૂપિયા તાત્કાલિક આપવા જણાવ્યું હતુ.
આરોપીઓએ ફરિયાદી પર વારંવાર દબાણ કર્યું હતુ અને જો લાંચ ન આપે તો તેમને વધુ નુકસાન કરવાની ચીમકી આપી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી, જેને આધારે એસીબીએ આ લાંચિયાઓને ઝડપી લીધા છે. અગાઉ નડિયાદ સીજીએસટી ઓફિસના આ ભ્રષ્ટાચારીઓએ કપડવંજની અનેક પેઢીઓમાં રેડ કરીને લાખો રૂપિયા પડાવ્યાં હોવાની ચર્ચાઓ છે, વેપારીઓ ડરને કારણે સામે આવતા નથી, પરંતુ આ દુષણ ગુજરાતમાં વધી રહ્યું છે.
ટ્રેપીંગ ઓફીસર: ડી.એ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટેશન
સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારીઃ શ્રીમતી ભારતી પંડ્યા, નાયબ નિયામક એ.સી.બી, મુખ્ય મથક અમદાવાદ