રાજકોટઃ મોરબીમાં બ્યુટીપાર્લરનું કામ કરતી મહિલાને ઓફિસમાં બોલાવીને નશાયુક્ત પીણું પીવડાવીને 4 હેવાનોએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદને આધારે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી.
મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું એક શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલું છે, તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી. ત્યાં ઓફિસ ધરાવતા વકીલના પુત્ર યશ વિશ્વાસ દેસાઈએ મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી, તેને નશાયુક્ત પીણું પીવડાવતા પરણીતા બેભાન થઇ હતી. ભાનમાં આવીને મહિલાએ તાત્કાલિક પોતાના પતિને ફોન કરતા પરિવારજનો સાથે તે શોપિંગ સેન્ટરે આવ્યાં હતા અને આ બનાવની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભોગ બનેલી મહિલાની ફરિયાદને આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસે મહિલાના મેડિકલ ટેસ્ટ કરાવવાની તેમજ આરોપીઓના મેડીકલ પુરાવા લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે. આરોપી ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (ઉં.વ 25), યશ વિશ્વાસભાઈ દેસાઈ (ઉં.વ20), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી(ઉં.વ20) અને રવિ દિલીપભાઈ ચૌહાણ (ઉં.વ 21) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ગ્લાસ વિગેરે કબ્જામાં લઇને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો