પોલીસે પાયલ ગોટી પર અત્યાચાર કર્યાઃ પરેશ ધાનાણી
ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે લોકોમાં પણ આક્રોશ
અમરેલી લેટર કાંડ મુદ્દે પાટીદાર યુવતીને ન્યાય અપાવવા ધરણાં પર બેઠેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આજે ધરણાં પૂરા કર્યા હતા. તેમણે બપોર સુધી સ્વૈચ્છિક અમરેલી બંધનું એલાન આપ્યું હતું. જો કે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
અમરેલી લેટર કાંડને લઈને પૂર્વ વિપક્ષ નેતાના ધરણાં આજે પૂર્ણ થયા હતા. જે બાદ તેમણે કહ્યું, સુરતમાં સોમવારે ધરણાં કરીને લડાઇને આગળ ધપાવીશું. સામાજીક, રાજકીય લોકો જોડાઈને તેમાં સહકાર આપે. જવાબદારો સામે સરકાર પગલાં ભરે તેવી સીએમને અપીલ કરું છું. ન્યાયની અપીલમાં ગુજરાતના લોકોને જોડાવા અપીલ કરું છું. અફસોસ છે કે હાલ પરિણામ મળ્યું નથી. આ ન્યાયની લડાઇમાં સામાજિક અને રાજકીય લોકો જોડાય અને સહકાર આપે.
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમરેલીમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/