Acb ટ્રેપઃ મોરબીમાં હેડ કોન્સ્ટેબલની 2.30 લાખ રૂપિયાની લાંચમાં ધરપકડ, PSI ની પૂછપરછ

10:53 AM Jun 05, 2025 | gujaratpost

આ કેસમાં PSI એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે ACB ઓફિસ લઈ જવાયા હતા, તેમની ભૂમિકાની તપાસ શરૂ 

મોરબીઃ એસીબીએ 2.30 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, મોરબીમાં ફરિયાદીની અરજીનો નિકાલ કરવા માટે આ લાંચ લેવામાં આવી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુ ગેટ ચોકીના હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને ACBએ લાંચ (Bribe) લેતા પકડ્યા છે. ACBની ટીમે તેમની ધરપકડ કરી છે અને લાંચની 1.30 લાખની રકમ જપ્ત કરી છે.

અરજીનો નિકાલ કરવા માટે 2.30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ અગાઉ 1 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના 1.30 લાખ રૂપિયા લેતી વખતે હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ ગયા છે. ફરિયાદીએ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરાઇ હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને તેનો નિકાલ કરવા લાંચ લેવામાં આવી હતી.