પહેલગામ હુમલોઃ મોદીએ કહ્યું કલ્પના કરતા પણ આતંકીઓને મોટી સજા મળશે, ભારતના 5 મોટા નિર્ણયથી પાકિસ્તાન પડી ભાંગશે- Gujarat Post

04:38 PM Apr 24, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પર પીએમ મોદીએ આતંકવાદીઓનો સફાયો કરવાની વાત કરી છે. બિહારના મધુબનીમાં એક સભાની સંબોધિત કરતા કહ્યું કે આતંકવાદીઓને કલ્પના બહારની સજા આપવા દેશ તૈયાર છે. મોદીએ મૃતકોને શ્રદ્ધાજંલી આપીને આતંકનો સફાયો કરવાની વાત કરી હતી.

પહેલગામ હુમલાના બીજા દિવસે, ભારતે તેના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. ગઇકાલે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 5 મોટા નિર્ણયો લીધા હતા. જેમાં 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને અટકાવી દેવામાં આવી હતી. અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે.પાકિસ્તાનીઓના વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને ઉચ્ચ કમિશનરોને હટાવવામાં આવ્યા હતા.

આ 5 નિર્ણયો લીધા

Trending :

1. ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ રહેશે. જેથી બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવર પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
2. ભારતે પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો.
3. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાનને જળ સંસાધનોના સ્તર પર ગંભીર અસર થશે.
4. ભારત સરકારે દેશમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો હતો.
5. હવે કોઈ પણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા આપવામાં આવશે નહીં.

સિંધુ જળ સંધિ શું છે ?

19 સપ્ટેમ્બર 1960 ના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણી વહેંચવા માટે એક કરાર થયો હતો, જેને સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારતને ત્રણ પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ અને સતલજ) પર અધિકાર મળ્યો, જ્યારે પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ અને ચિનાબ) નો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી.

સિંધુ જળ સંધિનો હેતુ એ હતો કે બંને દેશો વચ્ચે પાણી અંગે કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને ખેતીમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ. ભારતે હંમેશા આ સંધિનું સન્માન કર્યું છે, જ્યારે પાકિસ્તાને સતત આતંકવાદને ટેકો આપ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધો લડ્યાં છે પરંતુ ભારતે ક્યારેય પાણી પુરવઠો બંધ કર્યો નથી પરંતુ દરેક વખતે ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન જવાબદાર છે.

પાકિસ્તાનની 80% ખેતી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણી પર આધારિત છે. હવે, ભારત દ્વારા આ નદીઓનું પાણી રોકવાને કારણે, પાકિસ્તાનમાં પાણીનું સંકટ વધુ ઘેરું બનશે. ત્યાંની આર્થિક સ્થિતિ બગડશે. ઉપરાંત, પાકિસ્તાન ઘણા ડેમ અને હાઇડ્રો પ્રોજેક્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. પાણીની અછતને કારણે વીજ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જે આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર કરશે.

અટારી ચેકપોસ્ટ બંધ થવાને કારણે, પાકિસ્તાનથી લોકોની અવરજવર તો બંધ થશે જ, પરંતુ ભારત નાના માલની નિકાસ પણ કરશે નહીં. જેથી ત્યાંના નાના વેપારીઓને આર્થિક નુકસાન થશે. ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પાછા ફરવા માટે 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પછી તે આ રૂટ પરથી પાછા ફરી શકશે નહીં. 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા પછી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વેપાર બંધ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આયાત-નિકાસ ત્રીજા દેશ દ્વારા થાય છે. જોકે, બંને દેશો વચ્ચે નાના માલસામાનની આપ-લે થાય છે. જેમ કે સિંધવ મીઠું, ચામડાની વસ્તુઓ, મુલતાની માટી, તાંબાની વસ્તુઓ, ખનિજ મિલો, ઊન અને ચૂનો. આ વેપારને પણ ફટકો લાગશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++