+

ACB ટ્રેપઃ મહેસાણાના સતલાસણાની મામલતદાર કચેરીમાં એસીબીનું ઓપરેશન, રૂ.50 હજારની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયા

આઉટ સોર્સ કોમ્પ્યુટર ઓપરેટર રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા એસીબીએ મામલતદાર કચેરીમાં ગોઠવ્યું છટકું મહેસાણાઃ એસીબીએ વધુ એક લાંચિયા કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધો છે, મહેસાણાના સતલાસણામાં આવેલી મામ

આઉટ સોર્સ કોમ્પ્યુટર ઓપરેટર રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા

એસીબીએ મામલતદાર કચેરીમાં ગોઠવ્યું છટકું

મહેસાણાઃ એસીબીએ વધુ એક લાંચિયા કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધો છે, મહેસાણાના સતલાસણામાં આવેલી મામલતદાર ઓફિસમાં એસીબીએ છટકું ગોઠવીને આઉટ સોર્સ કોમ્પ્યુટર ઓપરેટર રવિન્દ્ર ઇશ્વરભાઇ પટેલની ધરપકડ કરી લીધા છે.

ફરિયાદીની જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે 50 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી અને ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. આરોપીએ મામલતદાર અને સર્કલ ઓફિસરના નામે લાંચ લીધી હતી, જેથી આ કેસમાં ઉંડી તપાસ જરૂરી બને છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter