ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં થયેલા ગોળીબારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને ભારતીય મૂળની એક મહિલાનું મોત થયું છે. પોલીસે શંકાસ્પદની ઓળખ ભારતીય મૂળના 19 વર્ષીય ગૌરવ ગિલ તરીકે કરી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મૃતક મહિલા પંજાબની હતી. બુધવારે (14 જૂન) ગોળીબારની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે બે લોકો ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને પીડિતોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં 29 વર્ષીય જસવીર કૌરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના 20 વર્ષીય પિતરાઈ ભાઈની હાલત નાજુક છે.
તે જ દિવસે શંકાસ્પદ ગૌરવ ગિલની ધરપકડ કરવામાં આવી હતી. ગિલ કેન્ટનો રહેવાસી, ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, હત્યાનો પ્રયાસ અને બહુવિધ હથિયારો-સંબંધિત ગુનાઓ સહિતના અનેક આરોપો લાગ્યા છે. ગોળીબાર પાછળનું કારણ હજુ અકબંધ છે, અને તે પણ જાણી શકાયું નથી કે ગિલનો પીડિતો સાથે અગાઉ કોઈ સંબંધ હતો કે કેમ.
ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર લખ્યું કે ન્યૂજર્સીના રૂઝવેલ્ટ એવન્યુ, કારટેરેટ ખાતે ગોળીબારમાં જસવીર કૌરના દુ:ખદ મૃત્યું અને ગગનદીપ કૌરના ઘાયલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. @indiainnewyork મૃતક બાબતે આગળની કાર્યવાહી કરવા બાર્નાબાસ હેલ્થ અને કારટેરેટ પીડીના સંપર્કમાં છે. પોલીસે જણાવ્યું કે ઘટના પાછળનો હેતુ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
Deeply saddened to learn of the tragic demise of Ms. Jasvir Kaur and injuries to Ms. Gagandeep Kaur in a shooting on Roosevelt Av, Cartaret, New Jersey.
— India in New York (@IndiainNewYork) June 13, 2024
We offer our sincere condolences to the family of the deceased. @indiainnewyork is in touch with RWJ Barnabas Health &…
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/