UPSC, SSC, રેલ્વે, બેંકિંગ, NEET, મેડિકલ, એન્જિનિયરિંગ સહિતની પરીક્ષાઓમાં લાગુ
નવી દિલ્હીઃ દેશમાં સરકારી ભરતી અને પ્રવેશ પરીક્ષાઓના પેપર લિકના અનેક મામલાઓ સામે આવ્યાં પછી હવે મોદી સરકારે કડક કાર્યવાહીના સંકેત આપ્યાં છે, આવા માફિયાઓ સામે સકંજો કસવા સરકારે લોકસભામાં ધ પબ્લિક એક્ઝામિનેશન બિલ 2024 પાસ કર્યું છે, જેની જોગવાઇ મુજબ પેપર લિક કરનારા આરોપીને 1થી 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને 3 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
- 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી
- 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇ
જો કે આ બિલની જોગવાઇ મુજબ તેમાં વિદ્યાર્થીઓની સામે આવી કોઇ કાર્યવાહી કરાશે નહીં. પરંતુ પેપર લિકમાં સામેલ માફિયાઓ સામે અને તેમના મદદગારો સામે આ કાર્યવાહી કરાશે.
- તમામ ગુનાઓ બિનજામીનપાત્ર
- આરોપીને 3 થી 5 વર્ષની જેલની સજા
- રૂ. 3 લાખથી 1 કરોડ સુધીનો દંડ
- જો કોઇ સંસ્થા સામેલ હશે તો મિલકતો જપ્ત કરાશે
- તમામ પ્રકારની પરીક્ષાઓ માટે લાગુ
આ કેન્દ્રીય કાયદો હશે,તેના દાયરામાં સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ અને કેન્દ્રીય યુનિવર્સિટીમાં એડમિશન માટે યોજાનારી પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવશે.નોંધનિય છે કે રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં વારંવાર પેપર ફૂટી જવાના બનાવો સામે આવ્યાં છે, લાખો વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી વાચ્છુકોને જેને કારણે મોટું નુકસાન થઇ રહ્યું છે, જેથી હવે આ પ્રવૃતિ પર લગામ લાવવા બિલ પાસ કરાયું છે.
Bill to tackle entrance exam malpractices introduced in Lok Saba
— ANI Digital (@ani_digital) February 5, 2024
Read @ANI Story | https://t.co/hRsYuCHpkr#Bill #LokSabha #EntranceExam #Malpractices pic.twitter.com/mvn8sMp3os
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Bill to tackle entrance exam malpractices introduced in Lok Saba
— ANI Digital (@ani_digital) February 5, 2024
Read @ANI Story | https://t.co/hRsYuCHpkr#Bill #LokSabha #EntranceExam #Malpractices pic.twitter.com/mvn8sMp3os